Home> Entertainment
Advertisement
Prev
Next

બોલિવુડ ડ્રગ્સ કેસ: વધુ એક મોટો ધડાકો...નશાની માયાજાળનો આ અભિનેતા છે 'માસ્ટરમાઈન્ડ'!

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ (Sushant Singh Rajput Death Case) સંલગ્ન ડ્રગ્સ કેસ (Drugs Case) મામલે NCB તપાસ ચાલુ છે. જેમાં અત્યાર સુધીમાં રિયા ચક્રવર્તી, સારા અલી ખાન, દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂર જેવી અભિનેત્રીઓની પૂછપરછ થઈ ચૂકી છે. જેમાંથી રિયા હાલ જેલમાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જલદી ઈન્ડસ્ટ્રીના કેટલાક મોટા માથાઓની પૂછપરછ પણ થઈ શકે છે. જેમાં અનેક એ-લિસ્ટ એક્ટર્સના નામ સામેલ છે. હવે એક ચોંકાવનારી વાત સામે આવી છે જેમાં એનસીબી સૂત્રોના હવાલે કહેવાય છે કે બોલિવુડની આ ડ્રગ્સની માયાજાળનો માસ્ટરમાઈન્ડ સુપરમોડલમાંથી અભિનેતા બનેલો વ્યક્તિ છે. 

બોલિવુડ ડ્રગ્સ કેસ: વધુ એક મોટો ધડાકો...નશાની માયાજાળનો આ અભિનેતા છે 'માસ્ટરમાઈન્ડ'!

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ (Sushant Singh Rajput Death Case) સંલગ્ન ડ્રગ્સ કેસ (Drugs Case) મામલે NCB તપાસ ચાલુ છે. જેમાં અત્યાર સુધીમાં રિયા ચક્રવર્તી, સારા અલી ખાન, દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂર જેવી અભિનેત્રીઓની પૂછપરછ થઈ ચૂકી છે. જેમાંથી રિયા હાલ જેલમાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જલદી ઈન્ડસ્ટ્રીના કેટલાક મોટા માથાઓની પૂછપરછ પણ થઈ શકે છે. જેમાં અનેક એ-લિસ્ટ એક્ટર્સના નામ સામેલ છે. હવે એક ચોંકાવનારી વાત સામે આવી છે જેમાં એનસીબી સૂત્રોના હવાલે કહેવાય છે કે બોલિવુડની આ ડ્રગ્સની માયાજાળનો માસ્ટરમાઈન્ડ સુપરમોડલમાંથી અભિનેતા બનેલો વ્યક્તિ છે. 

fallbacks

Bollywood drugs case: રિયા ચક્રવર્તી વિશે NCBએ કર્યો અત્યંત ચોંકાવનારો ખુલાસો

મીડિયા રિપોર્ટસ મુજબ ત્રણ અભિનેતાઓ હાલ એનસીબી (NCB) ના રડાર પર છે અને  કહેવાય છે કે એક વ્યક્તિ છે જે સુપર મોડલમાંથી એક્ટર બન્યો છે અને બોલિવુડના ડ્રગ્સ નેક્સસનો માસ્ટરમાઈન્ડ છે. એવું પણ કહેવાય છે કે એનસીબી આવનારા દિવસોમાં આ અભિનેતાઓને સમન બજાવશે અને પૂછપરછ કરશે. રિપોર્ટ્સ મુજબ એજન્સી બોલિવુડમાં અભિનેતાઓ, પ્રોડ્યુસર્સ અને ડાઈરેક્ટર્સને ડ્રગ્સ સપ્લાય કરનારા લોકોનો પર્દાફાશ કરવા માંગે છે. 

જો કે હજુ સુધી આ સમગ્ર મામલે એનસીબીએ કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી. એજન્સી દ્વારા અગાઉ બોલિવુડની મોટી અભિનેત્રીઓ સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહને સમન મોકલ્યા હતાં અને પૂછપરછ કરી હતી. આ ઉપરાંત એનસીબીએ ધર્મા પ્રોડક્શનની ધર્માટિક એન્ટરટેઈનમેન્ટ સાથે સંકળાયેલા અને કરણ જોહરના નીકટના ક્ષિતિજ પ્રસાદની ધરપકડ કરી હતી. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More